કોઈ સાચું નથી, કોઈ ખોટું નથી,
હર કોઈ પોતાની સોચ પ્રમાણે ચાલે છે.
કોઈ સારું નથી, કોઈ ખરાબ નથી,
હર કોઈ પોતાની સમજણ પ્રમાણે વર્તે છે.
કોઈ ગેર નથી, કોઈ પરાયો નથી,
હર કોઈ પોતાની ઈચ્છા પ્રમાણે ચાહે છે.
કોઈ આગળ નથી, કોઈ પાછળ નથી,
હર કોઈ પોતાના વિશ્વાસ પ્રમાણે ચાલે છે.
કોઈ દુઃખી નથી, કોઈ સુખી નથી,
હર કોઈ પોતાના મનની અવસ્થા પ્રમાણે સ્થિતિને જોવે છે.
આ જ તો સત્ય છે કે આ જગમાં કોઈ ગલત કોઈ રહી નથી,
આ દિવ્ય લીલાના પાત્ર છે અને તેઓ તેમના કિરદાર ભજવે છે.
- ડો. હીરા