શું મળશે આ જીવન જીવીને, જ્યાં પ્રભુ માટે પ્યાસ નથી
શું મળશે આ જન્મ લઈને, જ્યાં ઈતેજારમાં કોઈ યાદ નથી
શું મળશે આ મૃત્યુ પામીને, જ્યાં પરિવારનો મોહ છુટ્યો નથી
શું મળશે આ જ્ઞાન પામીને, જ્યાં અંતરમાં એ ઉતાર્યો નથી
શું મળશે ધીરજ ગુમાવીને, જ્યાં એને પામ્યા વગર કાંઈ મળતું નથી
શું મળશે પ્રભુ માટેની તડપ પાંગરીને, જ્યાં ઈચ્છાઓ હજી ત્યાગી નથી
શું મળશે મુશ્કેલીનો હલ શોધીને, જ્યાં સુધરવાની ત્રેવડ નથી
શું મળશે માન-સમ્માન પામીને, જ્યાં અંતરમાં હજી દિવ્યતા જાગી નથી
શું મળશે ધર્મના પથ પર ચાલીને, જ્યાં સાચી સમજણ જાગી નથી
શું મળશે લોકોને પ્રવચન આપીને, જ્યાં હજી પોતે અનુસર્યા નથી
- ડો. હીરા