આનંદની ગલીઓમાંથી જ્યારે ગુજરવું હોય
તો પોતાની જાતને છોડવી પડે છે
પ્રેમની ગલીઓમાંથી પસાર થવું હોય
તો અંતરમાં શાંતિ ભરવી પડે છે
જ્ઞાનના સારાંશ સુધી પહોંચવું હોય
તો જીવનમાં ડરને કાઢવો પડે છે
સમયમાં જ જો બધું પામવું હોય
તો અંતરને ખાલી કરવું પડે છે
જન્મ આપણો જો સફળ કરવો હોય
તો પ્રભુમય જીવન જીવવું પડે છે
આપણા ઉપર કાબૂ મેળવો હોય
તો ગમા-અણગમાંથી ઉપર ઊઠવું પડે છે
ઘ્યાનમાં જો પોતાની ઓળખાણ જોઈતી હોય
તો ધ્યાનમાં પણ સમર્પણ કરવું પડે છે
ક્રોધને જો હૈયામાંથી કાઢવો હોય
તો બીજાને સમજવું પડે છે
બેધ્યાનપણામાંથી બહાર આવવું હોય
તો એની રાહે ચાલવું પડે છે
સમસ્ત સંસારમાં પ્રભુને જોવો હોય
તો એના જેવું બનવું પડે છે
- ડો. હીરા