અંતરની ઓળખાણ આપો રે પ્રભુ, તમારા જેવો બનાવો રે પ્રભુ
જીવનનું ધ્યેય પમાડો રે પ્રભુ, મંઝિલ તમારી, હવે બનાવો રે પ્રભુ
અંધકાર મારા હટાવો રે પ્રભુ, તારા પ્રકાશથી હવે નવડાવો રે પ્રભુ
આ શરીર ભાન ભુલાવડાવો રે પ્રભુ, તારામાં એક કરો રે પ્રભુ
આ મનની ચંચલતાને હરો રે પ્રભુ, મારું જીવન તારામાં સવાંરો રે પ્રભુ
હર આજ્ઞાનું પાલન કરાવો રે પ્રભુ, તારી મંઝિલ હવે તો બતાડ઼ો રે પ્રભુ
જ્ઞાન મારું તો જગાડ઼ો રે પ્રભુ, તારી ઓળખાણ આપો રે પ્રભુ
ચમત્કાર તો એવો હવે કરો રે પ્રભુ, તારા બાળને હવે બચાવો રે પ્રભુ
નિર્લેપ, નિ:સંગને સંઘરો રે પ્રભુ, આ તર્પણને હવે સ્વીકારો રે પ્રભુ
તારી વાણીને સુંદરતા આપો રે પ્રભુ, હવે આ અલગતાને કાપો રે પ્રભુ
- ડો. હીરા