શું સમય તારો નથી વેડફાતો, જ્યારે નથી લેતો પ્રભુનું નામ
શું જીવન તારું નથી વેડફાતું, જ્યારે નથી જાવું તારે પ્રભુને ધામ
શું નિંદર તારી નથી વેડફાતી, જ્યારે નિંદરમાં ના આવે પ્રભુના સ્વપ્ન તમામ
શું પ્રેમ તારો નથી વેડફાતો, જ્યારે એમાં નજર ના આવે પ્રભુનું રસપાન
શું મરણ તારું નથી વેડફાતું, જ્યારે ન મળે પ્રભુનું ધામ
શું જપ તારા નથી વેડફાતા, જ્યારે ન હોય હૈયામાં પ્રભુનું નામ
શું જ્ઞાન તારું નથી વેડફાતું, જ્યારે અજ્ઞાનતામાં રહે પ્રભુનું કામ
શું ધર્મ તારો નથી વેડફાતો, જ્યારે ન થાય એનાથી અંતરધ્યાન
શું વિરહ તારો નથી વેડફાતો, જ્યારે ન હોય એમાં પ્રભુ માટે પ્રાણ
શું અહંકાર તારો નથી વેડફાતો, જ્યારે અજાગૃત રહે પ્રભુ માટે માન
- ડો. હીરા