જીવન-મરણના આ ખેલમાં, આ શરીરની લાચારી તકલીફ આપે છે
પ્રેમ-મોહની આ જાળમાં, આ અસંતોષની પીડા એકલતા આપે છે
માન-અપમાનના આ કાર્યક્રમમાં, આ ભ્રમ અલગતા આપે છે
જ્ઞાન-અજ્ઞાનતાની આ લીલામાં, આ ફેરા બંધનમાં બાંધે છે
લાલચ-દયાના આ ભાવોમાં, આ જીવનમાં સંઘર્ષ ઊભા કરે છે
પાપ-પુણ્યના આ ચલણમાં, આ માનવી કર્મોમાં બંધાય છે
ધન-દોલતની આ દોડમાં, આ જગ આખું મંઝિલને ભૂલે છે
ધર્મ-અધર્મના આ ચક્કરમાં, સંતો વાદ-વિવાદમાં પડે છે
દુનિયા-આધ્યાત્મતાના આ સંકોચમાં, માનવી મિથ્યા શું છે એ ભૂલે છે
સત્ય-અસત્યની આ દુવિધામાં, મનુષ્ય જીવનને સંઘર્ષ બનાવે છે
- ડો. હીરા