જ્યાં આંસુ વહે છે નયનોમાં, સમજાતું નથી શા માટે?
જ્યાં દર્દ થાય છે દિલમાં, સમજાતું નથી શા માટે?
જ્યાં પીડા દેખાતી નથી આંખોમાં, સમજાતું નથી શા માટે?
જ્યાં પ્રેમ વહે છે હૃદયમાં, સમજાતું નથી શા માટે?
જ્યાં અન્યને દુઃખી નથી જોવાતા, સમજાતું નથી શા માટે?
આવા માહોલમાં દર્દ અને પીડા સહેવાતી નથી, શા માટે?
અન્યાય કરેલા કર્મોના ફળ ભોગવાતા નથી, શા માટે?
દ્રષ્ટાભાવ હોવા છતાં, અન્યની તકલીફ જોવાતી નથી, શા માટે?
હૈયું રડ઼ે છે લોકોની પુકાર સાંભળીને, શા માટે?
આ કેવી કરૂણતા છે, કે કોઈની પીડા સહેવાતી નથી, શા માટે?
- ડો. હીરા