ગુરુતત્ત્વની ઓળખાણ તો હૃદયના સ્પર્શથી મળે છે
પરમજ્ઞાનની ઓળખાણ, વાણીની સત્યતાથી ખબર પડે છે
પ્રભુમિલનની પાત્રતા, પ્રભુ ઝલકથી મળે છે
સમયની રચના, જીવનના પરિવર્તનથી મળે છે
આનંદની મહેફિલ, જીવનની અલૌકિકતાથી મળે છે
સમર્પણનું છાંયડું, અંતરની શાંતિથી ખબર પડે છે
ધર્મની ચેષ્ટા, આચરણમાં બદલાવથી ખબર પડે છે
જ્ઞાનીની રચયિતા ઓળખાણ, નવા નવા લેખથી ખબર પડે છે
ઈશ્વરની કૃપા, એની કૃપાથી મળે છે
મનુષ્યની મંઝિલ, એના લક્ષ્ય પામવાના ધ્યેયથી ખબર પડે છે
- ડો. હીરા