સત્યવચન જે બોલે છે, એવું કરે, એવું જરૂરી નથી
પ્રેમ જે કરે છે, એ બતાડ઼ે, એવું જરૂરી નથી
શાંત જે રહે છે, એ દુશ્મની ન કરે, એવુ જરૂરી નથી
આનંદમાં જે રહે છે, એ નાચે, એવું જરૂરી નથી
ધ્યાન જે કરે છે, એ ઈચ્છામુક્ત છે, એવું જરૂરી નથી
વ્યાયામ જે કરે છે, એ તંદુરસ્ત રહે, એવું જરૂરી નથી
સ્નાન જે કરે છે, એ મન ચોખું રાખે, એવું જરૂરી નથી
ભક્તિ જે કરે છે, એ પ્રભુ પાસે નહીં માગે, એવું જરૂરી નથી
જીવનમાં જે ન મુશ્કુરાય, એ પરેશાન છે, એવું જરૂરી નથી
જે પ્રભુને પામે છે, એની આદતોથી ખબર પડે, એવું જરૂરી નથી
- ડો. હીરા