દર્શનની વાટ જોતો આ જીવ
તારા પ્રેમની રાહમાં રહેતો આ જીવ
જીવનની સાધનામાં ઘડાતો આ જીવ
અંતરની ઓળખાણથી દૂર રહેતો આ જીવ
સમયની પાબંદીમાં રહેતો આ જીવ
હરપળ નવી આશમાં જીવતો આ જીવ
સંઘર્ષમાં ઘડાતો, મુશ્કેલીમાં જીવતો આ જીવ
જ્ઞાનને શોધતો ને વિચારતો આ જીવ
પ્રાણ ને નિષ્પ્રાણમાં વિહરતો આ જીવ
પોતાની ઓળખાણ ભૂલતો આ જીવ
- ડો. હીરા