આજ તારી કૃપાએ, મને મારી ઓળખાણ આપી
આજ તારી કૃપાએ, પ્રભુ દર્શન કરાવ્યા
આજ તારી કૃપાએ, જીવન સફળ કરાવ્યું
આજ તારી કૃપાએ, મુત્યુનો ભય હટાવ્યો
આજ તારી કૃપાએ, દિવ્ય આનંદમાં રમાડ્યો
આજ તારી કૃપાએ, અંતર આત્માને જગાડી
આજ તારી કૃપાએ, સંસારતાપ હટાવ્યો
આજ તારી કૃપાએ, સંઘર્ષ સમાપ્ત કર્યો
આજ તારી કૃપાએ, આનંદની લહેરી છલકાવી
આજ તારી કૃપાએ, મારી અંતરની મહેફિલને સજાવી
આજ તારી કૃપાએ, તારી કૃપાની ઓળખાણ કરાવી
- ડો. હીરા