ઋણ તારું ક્યાંથી ચુકાવું, ઋણ તારું ક્યાંથી ચુકાવું
મનુષ્ય દેહ આપીને, જીવન ઉંચ્ચ બનાવ્યું, ઋણ તારું ક્યાંથી ચુકાવું
માતા-પિતાએ આ શરીર આપ્યું, ઋણ એમનું ક્યાંથી ચુકાવું
ગુરુના ચરણમાં જ્ઞાન પ્રાપ્ત થયું, ઋણ એમનું ક્યાંથી ચુકાવું
સગા-સંબંધીનો પ્રેમ મળ્યો, ઋણ એમનું ક્યાંથી ચુકાવું
જીવનમાં પ્રારબ્ધે ઘણું શિખવાડયું, ઋણ એમનું ક્યાંથી ચુકાવું
સંતોની કૃપાએ અડચણો કાપ્યા, ઋણ એમનું ક્યાંથી ચુકાવું
આ ધરતી 'મા’ એ પોષણ આપ્યું, ઋણ એમનું ક્યાંથી ચુકાવું
પ્રભુકૃપાથી માર્ગ મળ્યો, ઋણ એનું ક્યાંથી ચુકાવું
આ મોહ-માયાની નગરીએ વૈરાગ્ય શિખવાડયો, ઋણ એમનું ક્યાંથી ચુકાવું
- ડો. હીરા