સેવાથી જો મેવા મળવાની આશ છે, તો એ સેવા નથી
સેવાથી જો કંટાળો આવે, તો એ સેવા નથી
સેવામાં જો ફરિયાદ ઊઠે, તો એ સેવા નથી
સેવામાં જો ત્રાસ લાગે, તો એ સેવા નથી
સેવાથી કર્મ બાળવાની અપેક્ષા હોય, તો એ સેવા નથી
સેવાથી જો અહંકાર વધે, તો એ સેવા નથી
સેવાથી જો અભિમાન જાગે, તો એ સેવા નથી
સેવામાં જો કૃતજ્ઞતા છૂટે, તો એ સેવા નથી
સેવામાં, સામેવાળો તુચ્છ લાગે, તો એ સેવા નથી
સેવામાં જો સદ્દભાવના ના રહે, તો એ સેવા નથી
- ડો. હીરા