તારી પાસે શું માગું, તું તો બધું જ આપે છે
તારાથી શું છુપાવું, તું તો બધું જાણે છે
મારી શું બુદ્ધિ વાપરું, તું તો બધું કરાવે છે
મારા જીવનનો શું નિર્ણય લઉં, તું જ તો બધું કરે છે
મારા હાથે શું કર્મ કરું, તને જ તો બધું સમર્પણ છે
તારાથી શું અલગ રહું, તું જ તો એકરૂપતા આપે છે
તારાથી શું ફરિયાદ કરું, તું જ તો હર યાદમાં રહે છે
તારી સેવાની શું પાત્ર બનું, તું જ તો સેવા કરાવે છે
તારી બંદગીની શું ફરમાઈશ કરું, તું જ તો સાથે રહે છે
તારા ચરણમાં રહેવાની શું ઈચ્છા કરું, તું તો દિલમાં રાખે છે
- ડો. હીરા