મુખ્યદ્વાર પર પહોચવું સંભવ નથી, ગુરુ કૃપા વગર
પ્રેમની અનુભૂતિમાં રહેવુ સંભવ નથી, ગુરુ કૃપા વગર
જીવનમાં પોતાની ઓળખાણ સંભવ નથી, ગુરુ કૃપા વગર
ઈચ્છાઓથી મુક્તિ સંભવ નથી, ગુરુ કૃપા વગર
જિજ્ઞાસાની સમાપ્તિ સંભવ નથી, ગુરુ કૃપા વગર
વૈરાગ્યની મસ્તી સંભવ નથી, ગુરુ કૃપા વગર
અંતરમનની શાંતિ સંભવ નથી, ગુરુ કૃપા વગર
ઉંમગની હસ્તિ સંભવ નથી, ગુરુ કૃપા વગર
અમરત્વની છબી પામવી સંભવ નથી, ગુરુ કૃપા વગર
ધીરજની બુલંદી સંભવ નથી, ગુરુ કૃપા વગર
જે થઈ રહ્યું છે, એ ગુરુ કૃપાથી થાય છે
આ કૃતજ્ઞતા પણ સંભવ નથી, ગુરુ કૃપા વગર
- ડો. હીરા