શિવની ભક્તિની શક્તિ, તું જ આપી શકે
શિવના પ્રેમના વારસદાર, તું જ બનાવી શકે
શિવની આરાધનામાં સ્થિરતા, તું જ આપી શકે
શિવની એકરૂપતા, તારી કૃપાથી જ થઈ શકે
શિવની ઓળખાણ, તારા સિવાય કોઈ ન કરાવી શકે
આ અલગતાનો પડદો, તું જ હટાવી શકે
શિવમાં નિજાનંદ, તું જ કરાવી શકે
શિવમાં દીવાનગી, તું જ ટકાવી શકે
શિવનું સતત સ્મરણ, તું જ કરાવી શકે
હે શિવ, તારી કૃપાથી તારા દર્શન, તું જ કરાવી શકે
- ડો. હીરા