તારી કૃપાના મેવા હું ખાઈ રહી છું,
તારા પ્રેમના પ્યાલા હું પી રહી છું,
તારા મીઠા રણકારાના સહારે હું જીવી રહી છું,
તારી યાદોના ચિત્રણમાં રમી રહી છું,
તારી પોકારના આવકારમાં હું જાગી રહી છું,
તારી ઝંખનાના સહારે હું હસી રહી છું,
તારી લીલાના ખેલ હું રમી રહી છું,
તારા મનની એકાગ્રતામાં હું એક થઈ રહી છું,
તારી દિવ્યતાના આભાસમાં હું નાચી રહી છું,
તારી અનંત શાંતિમાં હું ખીલી રહી છું.
- ડો. હીરા