ગમના સાયા હટી ગયા, જ્યાં પ્રેમના પ્યાલા મળી ગયા,
વિશ્વમાં આનંદ છવાઈ ગયો, જ્યાં તારી દ્રષ્ટિ અમારા પર પડી ગઈ.
વિરોધો બધા સમાપ્ત થઈ ગયા, જ્યાં તારા જવાબ મળી ગયા,
દ્રષ્ટિ મારી બદલાઈ ગઈ, જ્યાં તારી રાહ મને મળી ગઈ.
કોશિશો બધી સફળ થઈ, જ્યાં નિષ્ફળતાને ત્યજી ગયા,
હૈયા અમારા આનંદિત થયા, જ્યાં તારા રંગમાં રંગાઈ ગયા.
ઊછળતા મોજા ભાવોના થમી ગયા, જ્યાં સમજણ તારી મળી ગઈ,
અણધાર્યું ધાર્યું બની ગયું, જ્યાં મંઝિલ તારી મળી ગઈ.
ગેર બધા પોતાના થઈ ગયા, જ્યાં શ્વાસોમાં તારી યાત્રા શરૂ થઈ,
જીવન મારું સંધાઈ ગયું, જ્યાં બધી ઓળખાણ તારામાં મળી ગઈ.
- ડો. હીરા