વેદોની ભાષા ને પરિભાષા સમજાતી નથી,
વિશ્વાસની ગાથા તો સહુ કોઈ કરી શક્તું નથી.
વિચારોની ધારા કોઈ રોકી શક્તું નથી,
પ્રભુની અમૃતધારા કોઈ સમજી શક્તું નથી.
પ્રેમની પરિભાષા કોઈ ભૂલી શક્તું નથી,
ચૈતન્યની અભિલાષા કોઈ નિહાળી શક્તું નથી.
આજ્ઞાની જ્વાળા કોઈ લાંઘી શક્તું નથી,
આર્યની વર્તનશીલા કોઈ ખતમ કરી શક્તું નથી.
મંજિલની પરાકાષ્ઠા કોઈ સમજી શક્તું નથી.
- ડો. હીરા