જે છે એ કહું છું, વાતો હું તો સ્પષ્ટ કરું છું
જે છે એ કરાવું છું, કરતાં ના હું કાંઈ અચકાઉં છું
જે છે એને બદલું છું, મહોબ્બત હું તો વરસાવું છું
જે છે એની મને કદર છે, ઇંતેજારને તો બાળું છું
જે છે એ જ દેખાડું છું, અંતરના દર્શન કરાવું છું
જે છે એ સત્ય છે, સત્યની અદ્દભુત કળા દેખાડું છું
જે છે એમાં સચ્ચાઈ છે, કોઈને ના હું રવાડે ચડાવું છું
જે છે ખુલ્લેઆમ કરું છું, ન કોઈના વિચારથી હું ડરું છું
જે છે એ મને મંજૂર છે, ન કોઈની બદનામીથી પગ મૂકું છું
જે છે એ તો મંઝિલ પામવાનો રસ્તો છે, ન કોઈની સહેમતીથી ચાલુ છું
જે છે ના એમાં કોઈ કપટ છે, દિલ સહુનું હું તો ચાહું છું
જે છે એની ન તુલના છે, અમૂલ્ય વેદ વરસાવું છું
જે છે ન કોઈ ખરાબ છે, મારી સાધનાનો આ પણ એક રસ્તો છે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.