માન્યું કે તમે ચતુર છો, પણ ચતુરાઈથી મને પમાતું નથી
માન્યું કે તમને દુનિયાદારી આવડે છે, પણ એનાથી મને મળાતું નથી
માન્યું કે તમે સુંદર છો, પણ સુંદર મારા જેવું બીજું કોઈ નથી
માન્યું કે તમારામાં આવડત છે, પણ આવડતથી મારું દિલ જિતાતું નથી
માન્યું કે વાતો મોટી કરો છે, પણ મને તમે છેતરી શકતા નથી
માન્યું કે પ્યારનો દેખાડો છે, પણ સાચો પ્યાર કર્યા વિના હું મળતો નથી
માન્યું કે પૂજાપાઠ આવડે છે, પણ મનની સફાઈ વગર હું રીઝતો નથી
માન્યું કે તમે સેવા કરો છો, પણ ઉદારતા વિના મને પમાતું નથી
માન્યું કે તમે ભજન કીર્તન કરો છો, પણ ધ્યાન મારામાં કર્યા વિના હું આવતો નથી
માન્યું કે તમે માગતા નથી, પણ અહં ત્યાગ્યા વિના હું આપતો નથી
માન્યું કે તમે માયામાં છો, પણ આ કાયાના વિચાર છોડ્યા વિના હું મળતો નથી
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.