જીવાડું કે રમાડું, એ મારી ઇચ્છા વગર કંઈ થાતું નથી
સૂવડાવું કે જગાડું, મારી ઇચ્છા વગર કંઈ થાતું નથી
સુધારું કે રહેવા દઉં, મારી પ્રાર્થના વગર થાતું નથી
અંતરમાં ઉતારું કે માયામાં તણાવું, મારા સંકલ્પ વગર થાતું નથી
કર્મોને બાળું કે કર્મોમાં તમને વિતાવું, મારી આજ્ઞા વિના થાતું નથી
મોક્ષ આપું કે જીવને સંસાર દેખાડું, મારી કલ્પના વિના થાતું નથી
હૈયામાં પ્યાર જગાડું, કે અહંમાં ખોવાડું, મારા મૃગજળ વિના થાતું નથી
હોશમાં રાખું કે મદહોશ હું કરું, મારા પ્યાર વિના થાતું નથી
કુદરતમાં રાખું કે જ્વાળા પ્રગટાવું, મારા જ્ઞાન વગર એ થાતું નથી
તમને જેમ હું રખાવું, મારામાં એક થયા વિના થાતું નથી
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.