વસંતમાં મને પૂજશો ના, ફૂલોની મહેક મારામાં ભરશો ના
ગરમીમાં મને તજશો ના, સુંદર વાતાવરણમાં ભાગશો ના
વરસાદમાં મને નવડાવશો ના, પ્રેમના અમીરસ વરસાવતા ના
ઠંડીમાં મને પોઢાળશો ના, મંદિર મારા બંધ કરશો ના
ઋતુની જેમ તમે બદલાશો ના, હર સમય મને તમે ભૂલશો ના
ચંચળતા દિલની અપનાવશો ના, સ્થિરતા જીવનમાં ત્યાગશો ના
અરવિંદ અનુભવ વિસરાવતા ના, અનુભવમાં જ તમે રમશો ના
મારી સાથે તમે ચાલવાનું ભૂલશો ના, ભૂલો પર ભૂલો કરતા ના
ઈર્ષ્યા વેરને સંભાળી રાખતા ના, પોતાની જાતને સમર્પણ કરવાનું ભૂલતા ના
ઇચ્છાઓ પર કાબૂ ત્યજશો ના, પોતાનો કાબૂ ગુમાવતા ના
વિચારો, વિકારોને અપનાવતા ના, મારા ચરણમાં શાંતિ બીજે મળશે ના
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.