ન કોઈ દુઃખનો અનુભવ છે, ન કોઈ નુકસાન ફાયદાનો વિચાર છે
ન કોઈ ઇચ્છા બાકી છે, બસ બધાના કલ્યાણનો વિચાર છે
ન કોઈ અસમાધિ છે, ખુશી-આનંદ છુપાયેલાં છે
ઈશ્વર થવું સહેલું નથી, ચિદાનંદનો અનુભવ અંત નથી
જવાબદારી દુઃખી પીડિતોની છે, આનંદ તો સ્વર્ગમાં છે
પણ પૂર્ણ અવસ્થા એ નથી, પરમ આનંદમાં મોક્ષ નથી
કલ્યાણ કરવું એ જ પૂર્ણતા છે, દુઃખોનો સંહાર કરવો એ જ આનંદ છે
સ્વયંના આનંદના વિચાર તો વિકાર છે, સહુનો આનંદ એ જ તો ઈશ્વરીય તાર છે
અંતમાં કાંઈ રહેતું નથી, ન દુઃખ ન સુખ, ન આનંદ ન પીડા બસ ખાલી શૂન્ય હોય છે
પણ જ્યાં સુધી સૃષ્ટિ છે, ત્યાં સુધી બધા આ અનુભવ છે
સચ્ચિદાનંદ પરમાત્મા હું કહેવાઉં છું, પણ પીડિતોમાં તો હું રહું છું
મારી હર ગાથામાં કરુણતા છે, માટે તો હું કરુણામાં વહુ છું
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.