પ્રવાહ, ના અમારો ક્યારેય રોકાય છે, ન ક્યારેય શોષાય છે
અમીરસ ઝરણાં ના ક્યારેય સુકાય છે, ન ક્યારેય બંધ થાય છે
વહેતું પ્રેમનું બિંદુ ન ક્યારેય ખતમ થાય છે, ન ક્યારેય બુઝાય છે
પ્રેમની ગંગા તો મોટી થતી જાય છે, બધાને સમાવતી જાય છે
દુનિયાની ધારા ન કદી બદલાય છે, ન કદી માયાથી બહાર આવે છે
પ્રયત્ન અમારા ન કદી રોકાય છે, ન કદી ઓછા થાય છે
કરુણા અમારી ન કદી ખૂટે છે, ન કદી એ તો પાછી ચાલે છે
જીવનનો પ્રકાશ ન કદી ઓછો થાય છે, ન કદી એ બુઝાય છે
રાહ પર ચાલતો માનવી ન કદી રસ્તો ભૂલે છે, ન કદી એ ઠોકર ખાય છે
ગુમરાહ થયેલા માનવીને ન કદી પ્રભુદર્શન થાય છે, ન કદી એને સચ્ચાઈ ઓળખાય છે.
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.