જીવનમાં ચાલવું પડે છે, જીવનમાં છોડવું પડે છે
આપણી ઇચ્છાઓને ભૂલવી પડે છે, પ્રભુને યાદ કરવા પડે છે
આગળ રસ્તો ગોતવો પડે છે, રસ્તા પર ચાલવું પડે છે
મંજિલનું નિશાન કરવું પડે છે, મંજિલ પામવી પડે છે
પ્રેમને સમજવું પડે છે, પ્રેમમાં બધાને શામિલ કરવા પડે છે
પોતાની જાતને ભૂલવું પડે છે, પોતાની જાતને ખોવડાવવી પડે છે
અગણિત ડાયરાથી ગુજરવું પડે છે, મારી કૃપાના પાત્ર બનવું પડે છે
મોક્ષની ઇચ્છા કરવી પડે છે, પછી મારા રાહ પર ચાલવું પડે છે
સૌગાતમાં પ્રભુ મળે છે , જીવનમાં એક મીઠાશ મળે છે
ઓછા સ્વરોમાં રાગ મળે છે, ધૂન સરગમની મળે છે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.