|
પ્રેમનો અનુભવ જ્યાં મળે છે, ત્યાં ગલત વિચારો મટે છે
આનંદનો પ્રવાહ જ્યાં ખીલે છે, ત્યાં જ તો પ્રભુની મેહેક મળે છે
પોતાની જાતને જ્યાં ભુલાય છે, ત્યાં જ તો અસ્તિત્વ સાચું મળે છે
ગુમરાહ મન જ્યાં કાબુમાં આવે છે, ત્યાં જ તો સાચી સમજ મળે છે
પ્રેરણા પ્રભુની જ્યાં ખીલે છે, આનંદ ને શાંતિ નો અનુભવ થાય છે
- ડો. હીરા
|
|