સમયને રોકનારા, વિશ્વના વિજયનારા
કર્મને બાંધનારા, સર્વને અપનાવનારા
એવા ગુરુની વંદના, એવા જ પ્રેમને વંદનારા
ધીરજ ખૂબ રાખનારા, શિષ્યની સંભાળ રાખનારા
અંતિમ ચરણમાં પહોંચાડનારા, ગર્વ હરનારા
ચરણોમાં શાંતિ આપનારા, સ્વયંના દર્શન કરાવનારા
એવા સત્તગુરુની વંદના, એવા પ્રેમને વંદનારા
જીવન-મરણથી ઉપર ઉઠાવનારા, જ્ઞાન પરમ આપનારા
અંતર ધ્યાન કરાવનારા, વેદોને અતંરમાં જગાડનારા
એવી પરમ કૃપાને વંદના, એવા પરમ શાંતિને વંદનારા
ધર્મ-અધર્મના ભેદ મિટાવનારા, જીવન સંવારનારા
વિશ્વ સ્વરૂપમાં રમનારા, ચારો યુગોથી પરે રહેનારા
એવા જ્ઞાનના ભંડારને વદંના, એવા ગુરુ ચરણને વંદના
આજ્ઞામાં આશિષ આપનારા, સેવામાં કર્મ બાળનારા
પરમ કૃપા કરનારા, જીવન જીવાડનારા
એવા પરમ કૃપાળુ ગુરુને અર્ચના, કૃપા સદૈવ વરસાવનારા
એવા પરમ ચેતનાને વંદના, એવા પરમ પ્રેમને વંદના
- ડો. ઈરા શાહ