કાલી કહું કે રૂદ્રાની કહું, કાતયાની કહું કે મહાકાલી કહું
રૂપ રૂદ્ર ધારણ કરતા, અંતરજ્ઞાની કહું
દુઃખોનો નાશ કરનાર, જ્ઞાન ભરનાર
અંતરના અંધકારને હરનાર, સદા વિકારોને મારનાર
વિશ્વવિજય કહું કે પછી દિવ્યાની કહું
ઘોર પાપવિનાશીની કહું કે પછી વૈરાગીની કહું
ધર્મ સ્થાપનારી કહું કે પછી અધર્મનાશીની કહું
પુન્યપ્રચારીણી કહું કે પછી ચંડીરૂપ કહું
અહમ્ વિનાશીની, અંતર કાળ ભૂસનારી
વેદો સમજાવનારી, કાર્યશીલ રાખનારી
જ્ઞાનેશ્વરી કહું કે પછી દાનેશ્વરી કહું
શૌર્યવાશીની કહું કે પછી કૃપાદાનેશ્વરી કહું
છે તું તો છેલછબીલી, છે તું તો શિવમાં વસનારી
છે તું તો રૂપા ભવાની, છે તું તો શિવનારી
જય જય કાલી, જય જય કાલી,જય જય કાલી
- ડો. ઈરા શાહ