બાંસુરીના સૂર સાંભળી ચહેકે છે ગોકુળ,
કૃષ્ણના હાસ્યથી તો મહેકે છે ગોકુળ.
પ્રેમના સ્વાદથી નાચે છે ગોકુળ,
ગોપીઓની દિવાનગીથી શરમાય છે ગોકુળ.
બલરામના બળથી ડરે છે ગોકુળ,
મધુરતાના સંગીતમાં ખોવાય છે ગોકુળ.
સમાજદ્રષ્ટિથી ઉપર ઊઠે છે ગોકુળ,
કૃષ્ણનું શરણ સ્વીકારે આખું ગોકુળ.
પુતનાના સ્થનને ધિક્કારે છે ગોકુળ,
યશોદાના સ્નેહને સંવારે છે ગોકુળ.
કુદરતની કરામતને નિખારે છે ગોકુળ,
ગોર્વધનના રાસને યાદ રાખે છે ગોકુળ.
કાલિયા નાગનો અંત જુએ છે ગોકુળ,
કૃષ્ણની લીલામાં રાસ રમે છે ગોકુળ.
- ડો. ઈરા શાહ