રુદ્ર સ્વરૂપ ધારણ કરતા, ઓ પરમેશ્વરા;
તાંડવ કરતા, ઓ કૃપાલેશ્વરા;
સૌમ્ય રૂપમાં દર્શન આપતા, ઓ સોમેશ્વરા;
શાંતિમાં રાખનારા, ઓ શંભુ શંકરા;
વિચારો મુક્ત કરતા, ઓ યોગેશ્વરા;
મિલનના ડંકા વગાડનારા, ઓ અર્ધનારેશ્વરા;
જ્ઞાનનો ભંડાર, જ્ઞાન આપનારા, ઓ ગંગેશ્વરા;
પુણ્યપદ પવિત્રા, ઓ વિનેશ્વરા;
ડમરું, ત્રિશૂળ, તિજ નેત્ર ધારણ કરનારા, ઓ વિરેશ્વરા;
શીતલ વાયુમાં રમનારા, ઓ સોમ્યેશ્વરા;
અદ્રશ્ય, અમાપા, અજાપા, ઓ લિંગેશ્વરા;
શક્તિ, ભક્તિ, જ્ઞાન આપનારા, ઓ કર્મેશ્વરા;
અતિ ઉત્તમ, શિવેશ્વરા, ઓ જટાશંકરા.
- ડો. ઈરા શાહ