Hymns » Stotra » Shakti Stotra - 1 Shakti Stotra - 1
Date: 07-Jun-2015
ગુંજ ગુંજ ગુંજ આકાશમાં ગુંજે,
‘મા’ ની વીજળી ને ‘મા’ નો નાદ, આકાશમાં ગુંજે
આંખો એમની તો સહુને નિરખે, ગદા એમનો તો ચંડમુંડને મારે
આશિષ એમના તો ખૂબ વરસે, આનંદના પ્રવાહમાં તો એ નવડાવે
વાઘ સિંહ પર તો એ સવારી કરે, વિકારો આપણા તો એ નાશ કરે
કાલી સ્વરૂપ પ્રચંડ એનું, અંતરના અંધકારને તો એ ખત્તમ કરે,
નિર્મળ તો એનું હૈયું, દેખભાળ સદા એ તો મારી કરે
નરનાર સહુ કોઈ એને પુકારે, પુકાર તો એ બધાની સાંભળે
નવદુર્ગા અતિ પ્રિય છે, નવનાથ પણ એમાં સમાય છે
ઉમાપતિના તો એ દર્પણ છે, ઉમા તો એમનું બીજું નામ છે
કાલભૈરવ સદા સાથે રહે, હર કોઈનું જગમાં એ તો રક્ષણ કરે
વિચારોનું રક્તબીજમાંથી તોડે, વિશ્વાસનાં તો પરદા એ ખોલે
આંનદ, અતિ આનંદનું એ પ્રતીક છે, કરુણા તો એનો ચેહરો છે
નિર્મળતા તો છલકે છે, સાથે ક્રોધને એ તો બાળે છે
અનુરૂપ સહુને બનાવે છે,મધુકૈટભ સહુમાંથી કાઢે છે
રાક્ષસોને તો એ મારે છે, સદા બાળનું રક્ષણ કરે છે
એવી સુંદર એ તો દેખાય છે, સુંદર તો એનું હૈયું છે
મનમાં એ તો વસે છે, એવી ‘મા’ તો ગમે છે
આરાધના એની કરી નથી, છતાં ભક્તોને એ ભૂલી નથી
ગરબામાં તો ખોવાય છે, પુનમની રાતના એ અંત થાય છે
સિદ્ઘિઓથી એ ભરપૂર છે, સિદ્ધિથી એ પરે છે
ઝાંઝર, માળા એ તો પહેરે છે, અસ્ત્ર શસ્ત્ર પણ એ રાખે છે
માતા સહુની એ કહેવાય છે, સંમપૂર્ણતામાં તો એ જીવે છે
નાશ ન એમનો કદી થાય છે, માતાના ગુણ ન ગવાય છે
વિશ્વ આખાને સાંચવે છે, વિશ્વાની રચના એ કરે છે
વિશ્વમાતા એ કેહવાય છે, વિશ્વમાં તો એ રહે છે
જગતની જનની, એ તો મારી માતા છે, મારી અંદર એ છવાય છે
એનામાં મને સમાવે છે, એની કૃપાના ન તો ગવાય છે
દુર્ગા એનું નામ છે, સરસ્વતી, લક્ષ્મી પણ એમાં સમાય છે,
હર કોઈ એના ગુણગાન ગાય છે, હર કોઈ એને નમે છે
દેવ દૈત્ય એને માને છે, સહુના કામ એ તો કરે છે
આવી મારી માતા છે, માતાને મારા તો પ્રણામ છે
સદ્દબુદ્ઘિ એ તો આપે છે, પ્રેમમાં એ તો રમાડે છે
હર મુશ્કેલ દૂર કરે છે, આનંદનો ફુવારો જગાડે છે
મારી માતા મારી છે, સહુ કોઈ ને લાગે એની છે
નવરાત્રીમાં તો એ ઝુમે છે, હર રાત્રી જાગે છે
બાળકોને સદા કરે છે, માતા તારી શાનમાં ના કંઈ કહેવાય છે
આજ્ઞા તારી મંજૂર છે, તારા ખોળામાં મન સ્થિર છે
માતને તો શર ઝુકે છે, માતા સામે ન કોઈ પરદો છે
માતા એ જ મારું અસ્તિત્વ છે, માતામાં મારી ઓળખાળ છે
હે જગજનની તને પુકારું છું, તને તો હું પુકારું છું, તને પુકારું છું
- ડો. ઈરા શાહ
guṁja guṁja guṁja ākāśamāṁ guṁjē,
‘mā' nī vījalī nē ‘mā' nō nāda, ākāśamāṁ guṁjē
āṁkhō ēmanī tō sahunē nirakhē, gadā ēmanō tō caṁḍamuṁḍanē mārē
āśiṣa ēmanā tō khūba varasē, ānaṁdanā pravāhamāṁ tō ē navaḍāvē
vāgha siṁha para tō ē savārī karē, vikārō āpaṇā tō ē nāśa karē
kālī svarūpa pracaṁḍa ēnuṁ, aṁtaranā aṁdhakāranē tō ē khattama karē,
nirmala tō ēnuṁ haiyuṁ, dēkhabhāla sadā ē tō mārī karē
naranāra sahu kōī ēnē pukārē, pukāra tō ē badhānī sāṁbhalē
navadurgā ati priya chē, navanātha paṇa ēmāṁ samāya chē
umāpatinā tō ē darpaṇa chē, umā tō ēmanuṁ bījuṁ nāma chē
kālabhairava sadā sāthē rahē, hara kōīnuṁ jagamāṁ ē tō rakṣaṇa karē
vicārōnuṁ raktabījamāṁthī tōḍē, viśvāsanāṁ tō paradā ē khōlē
āṁnada, ati ānaṁdanuṁ ē pratīka chē, karuṇā tō ēnō cēharō chē
nirmalatā tō chalakē chē, sāthē krōdhanē ē tō bālē chē
anurūpa sahunē banāvē chē,madhukaiṭabha sahumāṁthī kāḍhē chē
rākṣasōnē tō ē mārē chē, sadā bālanuṁ rakṣaṇa karē chē
ēvī suṁdara ē tō dēkhāya chē, suṁdara tō ēnuṁ haiyuṁ chē
manamāṁ ē tō vasē chē, ēvī ‘mā' tō gamē chē
ārādhanā ēnī karī nathī, chatāṁ bhaktōnē ē bhūlī nathī
garabāmāṁ tō khōvāya chē, punamanī rātanā ē aṁta thāya chē
sidghiōthī ē bharapūra chē, siddhithī ē parē chē
jhāṁjhara, mālā ē tō pahērē chē, astra śastra paṇa ē rākhē chē
mātā sahunī ē kahēvāya chē, saṁmapūrṇatāmāṁ tō ē jīvē chē
nāśa na ēmanō kadī thāya chē, mātānā guṇa na gavāya chē
viśva ākhānē sāṁcavē chē, viśvānī racanā ē karē chē
viśvamātā ē kēhavāya chē, viśvamāṁ tō ē rahē chē
jagatanī jananī, ē tō mārī mātā chē, mārī aṁdara ē chavāya chē
ēnāmāṁ manē samāvē chē, ēnī kr̥pānā na tō gavāya chē
durgā ēnuṁ nāma chē, sarasvatī, lakṣmī paṇa ēmāṁ samāya chē,
hara kōī ēnā guṇagāna gāya chē, hara kōī ēnē namē chē
dēva daitya ēnē mānē chē, sahunā kāma ē tō karē chē
āvī mārī mātā chē, mātānē mārā tō praṇāma chē
saddabudghi ē tō āpē chē, prēmamāṁ ē tō ramāḍē chē
hara muśkēla dūra karē chē, ānaṁdanō phuvārō jagāḍē chē
mārī mātā mārī chē, sahu kōī nē lāgē ēnī chē
navarātrīmāṁ tō ē jhumē chē, hara rātrī jāgē chē
bālakōnē sadā karē chē, mātā tārī śānamāṁ nā kaṁī kahēvāya chē
ājñā tārī maṁjūra chē, tārā khōlāmāṁ mana sthira chē
mātanē tō śara jhukē chē, mātā sāmē na kōī paradō chē
mātā ē ja māruṁ astitva chē, mātāmāṁ mārī ōlakhāla chē
hē jagajananī tanē pukāruṁ chuṁ, tanē tō huṁ pukāruṁ chuṁ, tanē pukāruṁ chuṁ
|