જ્યાં અગ્નિરૂપે તું સ્થાપિત છે, ત્યાં જળ રૂપે તું પુજાય છે
જ્યાં પ્રેમનો સ્વરૂપ તુ કહેવાય છે, ત્યાં દુર્ગારૂપ તું પૂજાય છે
જ્યાં પ્રકૃતિરૂપે તું પૂજાય, ત્યાં પાર્વતી સ્વરૂપે તું વખણાય છે
જ્યાં જ્ઞાનરૂપે તું સિદ્ધય છે, ત્યાં કાળીરૂપે તું પૂજાય છે
જ્યાં જગતજનની તું કહેવાય છે, ત્યાં આધ્યાશક્તિ તું કહેવાય છે
જ્યાં શિવમાં તું સમાય છે, ત્યાં શિવશક્તિ રીતે તું સ્થીર થાય છે
જ્યાં સૌંદર્ય રૂપે તું દેખાય છે, ત્યાં અંબા રૂપે તું સજાય છે
જ્યાં ભીલ સ્ત્રી તું ઓળખાય છે, ત્યાં રાજેશ્વરી રાણી તરીકે તું પૂજાય છે
જ્યાં દિવ્યતા તારી દેખાય છે, ત્યાં સરસ્વતી તરીકે તું તો ઓળખાય છે
જ્યાં સ્થિરતા મનમાં સ્થપાય છે, ત્યાં લક્ષ્મી રૂપે તું બિરાજે છે
જ્યાં અહંકારને તું તોડે છે, ત્યાં મહિષાસુરમર્દિની તું છવાય છે
જ્યાં દિલમાં તું સમાય છે, ત્યાં ચિત્તશક્તિ તું સમજાય છે
જ્યાં અંતરને પ્રકાશે છે, ત્યાં અંતરસુહાસિની તું દેખાય છે
- ડો. ઈરા શાહ