મહિમા તમારી શું ગાવી, ગાથા તમારી શું કરવી
અગણિત ગાથાના છો તમે માલિક, માલિકના લેખ શી રીતે કરવા
મહિસાસુરના વધ માટે, માતાને પ્રકટ કર્યા
તારકસુરને મારવા માટે, કારતીકને તમે ઉછેરિયા
સોનાના મહેલને તોડવા, તાંડવ તમે તો રચ્યા
છતાં ભક્તોના કાર્ય કરવા, તમે તો તરત દોડી આવ્યા
અહમ્ નો નાશ કરવા, તમે તો શિરોને કાપ્યા
કૃપા કરી તમે તો નવું શિર ગણપતિ અને દક્ષને આપ્યા
ઊંચા પહાડોમાં તમે તો ખૂબ રહસ્ય છોડ્યા
ગાથા તમારી સૂત્રમાં તમે તો અનેકોને સમજાવ્યા
અસુરોને અપનાવ્યા, વિકારોને ગળે લગાડ્યા
વિષને તો તમે પીધું, ભક્તોની લાજ સદા તમે રાખી
ઊંચ નીચના બાંધ તમે તો તોડયા
સૃષ્ટિ માટે વિવાહ પ્રકૃતિ સાથે અનેકવાર કર્યા
તેજ તમારું ભસ્મમાં તમે તો છુપાડ્યું
છતાં પ્રલયથી ધરતીને અનેક વાર બચાવી
ભસ્માસુરને પણ તમે વરદાન આપ્યું
મોહિનીની સાથે તો તમે અસુરોના નાશ કર્યા
અમૃત આપ્યું આપનાર ને, દેવોની પાસે કાર્ય કરાવ્યા
જીવનદાન આપનાર છો તમે, માર્કડેયને જીવન તમે આપ્યું
ભૂત પિશાચના છો તમે તો દાતા
આખા જગતના છો તમે તો પાલનહાર
ડમરું ત્રિશૂલ છે તમને તો અતિ પ્યારા
છતાં ભોલેનાથ ગણે તમને તમારા વહાલા
માંગણી કોઈની પાસે કરતા નથી, તમે તો છો આપનારા
હર યુગમાં, હર ક્ષેત્રમાં છો તમે તો રહેનારા
વિલંબ નથી કરતા ભક્તોની પોકાર સાંભળવામાં
સપ્ત ઋષિ અને નવનાથ પણ તમારા ગુણ ગાતા
ઋષિઓનો જ્ઞાનના તમે છો જીવન દેનારા
વેદ, મંત્ર, તંત્ર, યંત્રના છો તમે તો યુગોના દાતારા
યોગથી મિલન તમે કરનારા
યોગમાં તો લીન તમે થાનારા
ગુરુ તમે છો પરમ આખા જગના પરમગુરુ
મારા જીવ ને મુક્તિ આપનાર, તમે તો છો જીવન દેનારા
- ડો. ઈરા શાહ