Hymns » Stotra » Shiv Stotra - 10 Shiv Stotra - 10
Date: 10-Jul-2016
ઓ શિવા, ઓ અમરનાથા શિવા
ઓ જીવન દેનારા, ઓ દુઃખ દૂર કરનારા
ઓ ઓમકારા, ઓ તાંડવ રચનારા
શરીરભાન ભૂલવનારા, પ્રેમમાં રમાડનાર...ઓ શિવા...
જીવન સફલ બનાવનારા, વેદો સમજાવનારા
કૃતજ્ઞ તમારું અમે કરનારા, આશિષ સદૈવ વરસાવનારા...ઓ શિવા...
મનની ચંચલતા ખતમ કરનારા, મોક્ષ આપનારા
સમજણ સાચી સમજાવનારા, ઓ મિઠૂનધારા...ઓ શિવા...
વશિષ્ઠના પાલનહારા, સપ્તઋષિના રખવાલા
જગદગુરુ તમને સહુ કહેનારા, વિશ્વપિતા રચનારા...ઓ શિવા..
હર એક કણમાં વસનારા, જીવન જીવનારા
વિષ્ણુના દિલમાં વસનારા, નારદના તાર છેડનારા...ઓ શિવા...
મૃત્યુને મોક્ષ પરિવર્તન કરનારા, હરપળ જાગનારા
સૃષ્ટિ ને ચલાવનારા, શક્તિ સદૈવ આપનારા...ઓ શિવા...
વ્યવહાર સાચો કરનારા, નિર્ગુણ રહેનારા
આકાર નિરાકાર સમજ આપનારા, બ્રહ્માંડ ભુલાવનારા...ઓ શિવા...
કર્મબંધન તોડનારા, રાવણને પણ અપનાવનારા
બુધ્દિથી પરે રહેનારા, અગણિત શાસ્ત્રો રચનારા...ઓ શિવા...
વ્યતીત સમયને ભુલાવનારા, આનંદમાં રમાડનારા
હર જીવને મુક્તિ આપનારા, પ્રેમથી નવડાવનારા...ઓ શિવા...
મંજિલ તારી જ, અમને પહોંચાડનારા, જીવન મરણ ભૂંસવનારા
દયા સદૈવ વરસાવનારા, ધર્મ સ્થાપિત કરનારા...ઓ શિવા...
હૃદય પરિવર્તન કરાવનારા, જાગૃરત સહુને કરનારા
ત્રિનેત્ર ધારણ કરનારા, ઉમંગની લહેર લેહરાવનારા...ઓ શિવા...
મંગલ સહુનું કરનારા, ધ્યાનમાં સહુને રાખનારા
વેદના સહુની દૂર કરનારા, સહુને અપનાવનારા...ઓ શિવા...
અમરપ્રેમમાં રહેનારા, અમરપ્રેમ આપનારા
જગતગુરુ તમને સહુ કહેનારા, જગતકલ્યાણ તમે કરનારા..ઓ શિવા...
મનમાં મારા વસનારા, મોહ મારો તોડનારા
વેદની વાણી આપનારા, સંભવ બધું કરનારા...ઓ શિવા...
મગ્નમય કરનારા, દિલમાં રાજ કરનારા
શૂન્ય મને બનાવનારા, તમારામાં એક કરનારા...ઓ શિવા...
- ડો. ઈરા શાહ
ō śivā, ō amaranāthā śivā
ō jīvana dēnārā, ō duḥkha dūra karanārā
ō ōmakārā, ō tāṁḍava racanārā
śarīrabhāna bhūlavanārā, prēmamāṁ ramāḍanāra...ō śivā...
jīvana saphala banāvanārā, vēdō samajāvanārā
kr̥tajña tamāruṁ amē karanārā, āśiṣa sadaiva varasāvanārā...ō śivā...
mananī caṁcalatā khatama karanārā, mōkṣa āpanārā
samajaṇa sācī samajāvanārā, ō miṭhūnadhārā...ō śivā...
vaśiṣṭhanā pālanahārā, saptar̥ṣinā rakhavālā
jagadaguru tamanē sahu kahēnārā, viśvapitā racanārā...ō śivā..
hara ēka kaṇamāṁ vasanārā, jīvana jīvanārā
viṣṇunā dilamāṁ vasanārā, nāradanā tāra chēḍanārā...ō śivā...
mr̥tyunē mōkṣa parivartana karanārā, harapala jāganārā
sr̥ṣṭi nē calāvanārā, śakti sadaiva āpanārā...ō śivā...
vyavahāra sācō karanārā, nirguṇa rahēnārā
ākāra nirākāra samaja āpanārā, brahmāṁḍa bhulāvanārā...ō śivā...
karmabaṁdhana tōḍanārā, rāvaṇanē paṇa apanāvanārā
budhdithī parē rahēnārā, agaṇita śāstrō racanārā...ō śivā...
vyatīta samayanē bhulāvanārā, ānaṁdamāṁ ramāḍanārā
hara jīvanē mukti āpanārā, prēmathī navaḍāvanārā...ō śivā...
maṁjila tārī ja, amanē pahōṁcāḍanārā, jīvana maraṇa bhūṁsavanārā
dayā sadaiva varasāvanārā, dharma sthāpita karanārā...ō śivā...
hr̥daya parivartana karāvanārā, jāgr̥rata sahunē karanārā
trinētra dhāraṇa karanārā, umaṁganī lahēra lēharāvanārā...ō śivā...
maṁgala sahunuṁ karanārā, dhyānamāṁ sahunē rākhanārā
vēdanā sahunī dūra karanārā, sahunē apanāvanārā...ō śivā...
amaraprēmamāṁ rahēnārā, amaraprēma āpanārā
jagataguru tamanē sahu kahēnārā, jagatakalyāṇa tamē karanārā..ō śivā...
manamāṁ mārā vasanārā, mōha mārō tōḍanārā
vēdanī vāṇī āpanārā, saṁbhava badhuṁ karanārā...ō śivā...
magnamaya karanārā, dilamāṁ rāja karanārā
śūnya manē banāvanārā, tamārāmāṁ ēka karanārā...ō śivā...
|