શિવની ભક્તિ એ જ મારી શક્તિ છે
શિવની પૂજા એ જ મારી સાધના છે
શિવનાં ગીત એ જ મારું સંગીત છે
શિવની આરાધના એ જ મારો માર્ગ છે
શિવની ચાહ એ જ મારા પ્રાણ છે
શિવની મહેફિલ એ જ મારી મસ્તી છે
શિવનો વિશ્વાસ એ જ મારો શ્વાસ છે
શિવનું નામ એ જ મારું કામ છે
શિવની ચેતના એ જ મારી વેદના છે
શિવનો મહિમા એ જ મારું કાર્ય છે
શિવનું મિલન એ જ તો સફળતા છે
- ડો. ઈરા શાહ