શિવની મહેફિલ, શિવની મંજિલ
શિવની તકલીફ, શિવની પ્રીત
શિવનું તાંડવ, શિવની રીત
શિવની શક્તિ, શિવ કરાવે ભક્તિ
આઝાદ શિવમાં રમવું, આઝાદ થઈ એને પોકારવું
શિવનું ચેન, શિવનો પ્રેમ
શિવમાં જાત ભૂલવું, શિવને પોકારવું
શિવમાં ખોવાવું, શિવને હરપળ યાદ રાખવું
શિવની ઓળખાણ, શિવનું પરમ જ્ઞાન
શિવમાં સ્થાન, શિવમાં મળે આરામ
શિવની નજદીકતા, શિવમાં સમાવવું
શિવની પ્રેરણા, શિવની અનુપમા
શિવ એ જ મારું કૈલાસ, શિવ એ જ સર્વેસર્વા
શિવ એ જ ઓળખાણ, શિવ એ જ મારું ભાન
શિવ એ જ મારો મોક્ષ, શિવ એ જ તો મારા હોંશ
શિવ જગતકલ્યાણ, શિવ એ જ સર્વનું કલ્યાણ
શિવ એ જ અંતરમન, શિવ એ જ જીવનના રંગ
શિવ મારી મંજિલ, શિવ એ જ તો અંતિમ સ્થાન
- ડો. ઈરા શાહ