મસ્તીના રાજા, અનોખા અંદાજના સરતાજ
પ્રેમના વિધાતા, અમરતાના રૂપાંતર, સર્વ નર નારીમાં વસનારા
અધીરતા ને હરનારા, મોક્ષ આપનારા સૃષ્ટિ ચલાવનારા
ગણોના રખવાળા, દેવોના કાર્ય કરનારા, ઇચ્છાઓ તૃપ્ત કરનારા
જગના ચાલનહારા, અમૃતને પાનારા, વિષનો નાશ કરનારા
મનને રિઝવનારા, દિલને ચોરનારા, રમત રમીયાલી રમનારા
રાસમાં લીન થાનારા, ગોપિયોમાં વસનારા, ગીતાસાર સમજાવનારા
દિવ્યતા દેખાડનારા, વંચિત ના કોઈને રાખનારા, વૈદ ઉચ્ચારનારા
શેષ હૈયા પર જાગનારા, ગરુડાપતિ કહેવાવનારા, રામમાં સરળતા દેખાડનારા
અનમોલ રત્ન આપનારા, ભક્તિ ઊંડી કરનારા, ઓ વિશ્વપતિ નમન તમને
ઓ જગદેશ્વરી નમન તમને, ઓ લક્ષ્મીપતિ નમન તમને
ઓ પાંડુરંગવાસી નમન તમને, નમન તમને
- ડો. ઈરા શાહ