આ કેવી અવસ્થા છે કે જે મઝધારમાં રોકાઈ છે
સમયની રફતાર ચાલતી જાય છે અને મંજિલ દૂર જાય છે
પરમ પ્રેમની આશ છે, પ્રભુ મિલનની પ્યાસ છે
છતાં ગાડ઼ી અટકી જાય છે, ભાવોમાં કમી આવે છે
ઓળખાણ ખૂદની તૂટતી નથી, અંતર આપણી વચ્ચે ખૂટતું નથી
સહજતામાં પણ વિલંબ છે, આખિર આ પ્રેમની શું પરીક્ષા છે?
મનની ચંચલતા ના ઓછી થાય છે, અંતરમાં ના ઊતરાય છે
દિલમાં પ્રેમ ઉભરાય છે, છતાં આનંદમાં ના ઊતરાય છે
આ કેવી અવસ્થા છે કે ના પમાય છે અને ના પાછું જવાય છે
- ડો. હીરા