જ્યાં સમયની રફતાર બદલાતી નથી
ત્યાં પ્રેમનો પ્રવાહ બદલાતો નથી
જ્યાં જ્ઞાનની ગંગા ખૂટતી નથી
ત્યાં આનંદનો પ્રવાહ સમાપ્ત થાતો નથી
જ્યાં ફિતરતમાં જીવન જીવાતું નથી
ત્યાં પ્રેમનો નશો સમજાતો નથી
જ્યાં અંતરમાં ઓળખાણ થાતી નથી
ત્યાં હર પળ કોઈ આરામ મળતો નથી
- ડો. હીરા