આનંદના રંગમાં રંગાવું છે
પ્રેમમાં સતત નહાવું છે
આજ્ઞાનું પાલન કરવું છે
પ્રભુ, તારી ઓળખાણમાં રમવું છે
મારા-તારા ખેલને પૂરો કરવો છે
તારા-મારા વચ્ચેની દૂરીને તોડ઼વી છે
અંતરના ભાસમાં સતત રહેવું છે
પ્રભુ-તારી જ જાગૃતિમાં રહેવું છે
અહેસાસ મને મારો જોઈએ છે
પ્રેમની લાલસામાં નહાવું છે
તારી જ કૃપાની શરણાગતિ જોઈએ છે
હે પ્રભુ, તારી જ ફિતરતમાં રહેવું છે
- ડો. હીરા