જ્યાં પ્રેમની ધારા વહે છે, ત્યાં અમરજ્યોતિ રહે છે
જ્યાં નિજભાન ભુલાય છે, ત્યાં પ્રીત હૈયામાં જાગે છે
જ્યાં આત્મા પરમાત્માને મળે છે, ત્યાં રસ્તો મળે છે
જ્યાં ધ્યાનમાં એકાગ્રતા ભળે છે, ત્યાં જ શ્વાસોમાં નિર્લેપતા મળે છે
જ્યાં દ્વંદ્વ બધા ખત્તમ થાય છે, ત્યાં જ ઉમંગ સર્જાય છે
જ્યાં જીવાત્મા પરમાત્મા બને છે, ત્યાં જ સાચી ઓળખાણ મળે છે
- ડો. હીરા