આદર્શ માનવી શું? એ કોઈને ખબર છે?
જૂઠું ન બોલે, પણ સત્ય બોલીને હાનિ પહોંચાડે?
વૈરાગ્યમાં ન રહે, પણ બંધનોમાં ગોથા ખાય એ માનવી?
જે હિંસા ન કરે, પણ વાણીથી સહુકોઈની નિંદા કરે?
જે મદદ કરતાં ન અચકાઈ, પણ સામે કંઈ મળે એની અપેક્ષા રાખે?
જે મુશ્કેલીમાં ન રડે, પણ બીજાની મુશ્કેલી પણ દૂર ન કરે?
જે લડાઈ ન કરે, પણ સામેવાળાના નુકસાનથી ખુશ થાય?
જે પ્રભુને માને, પણ પ્રભુના માર્ગ પર ચાલવાવાળા પોતાના લોકોને રોકે?
જે મેદાનમાં ન કૂદે, પણ પ્રેક્ષક થઈને લડાઈની મજા લે?
આવા બેહરુપિયા માનવીનું શું કહેવું, જે પોતે પણ આગળ ના વધે;
અને બીજાને પણ આગળ ન વધવા દે. આદર્શ આખરે કોને કહેવું?
- ડો. હીરા