વચનની ગહેરાઈ જે સમજે છે, એ પોતાની વાત બદલતો નથી;
પ્રભુની ઉદારતાને જે સમજે છે, એ માપી-તોલીને દાન કરતો નથી;
જે પીડા બીજાની સમજે છે, એ હાનિ કોઈને આપી શકતો નથી;
જે વર્તનના પરિવર્તનનો સ્વીકાર કરે છે, એ કોઈને પિંજરામાં નાખતો નથી;
જે ઊંચાઈમાં રહીને ધરતીને યાદ રાખે, એ કોઈને ધિક્કારતો નથી;
જે મહોબ્બતને સમજીને રહે છે, એ સ્વાર્થમાં રમી શક્તો નથી;
જે અહેસાન પ્રભુનો ભૂલતો નથી, એ કૃતજ્ઞ થયા વિના રહેતો નથી;
જે મંઝિલની તલાશમાં ચાલે છે, એ મંઝિલ પામ્યા વિના રહેતો નથી;
જે તીવ્ર ભાવો ત્યજીને જીવે છે, એ ભાવોને તોડી શકતો નથી;
જે મુશ્કેલીમાં રહીને હસે છે, એ બીજાનાં દુઃખદર્દ દૂર કર્યા વિના રહેતો નથી.
- ડો. હીરા