ઉમ્મીદની કિરણો લઈને ઊગે છે, એક નવો દિવસ;
દિવ્યતાથી ભરપૂર વહે છે, એ આશિષની લહેરો;
એકતાનો સંદેશો લઈને આવે છે, એ સૂરજ;
કે જીવનમાં નહીં રાખે એ એક પ્રાણીમાત્રને પણ વંચિત.
તરંગો મનમાં જગાડે છે, એ નવો દિવસ;
કે આજે તો મિલનની પહેચાન થશે, આ દિવસ;
હું તારામાં ને તું મારામાં થઈશું, હવે આ દિવસ;
ગંભીરતાની વાતો અને મોકાની તલાશમાં છે, આ દિવસ.
કે ક્યારે આવશે એ સમય, જ્યારે પામશે બધા બધું, ક્યારે થશે એ દિવસ.
- ડો. હીરા