જે વાણી, અહંને ક્ષતિ પહોંચાડે;
એ વાણીની નિંદા શોભા નથી દેતી.
જે કાર્ય, પ્રભુનો માર્ગ બતાડે;
એ માર્ગને ઠોકર મારીને માનવીને મોક્ષ નથી મળતું.
જે દ્રષ્ટિ દર્શાવે;
એ દ્રષ્ટિની ઈર્ષા કરવી, કોઈ શોભાની વાત નથી.
જે કુકર્મોને બાળે,
એવી દિવ્ય વાતોની અવગણના કરવી, આપણને કંઈ આપતું નથી.
- ડો. હીરા