મુક્તિ માગીને શું કરીશું, એ એક મંઝિલનો અંત નથી;
પ્રેમીના પ્રેમમાં પોતાની જાતને ભૂલવી, એ તો મહેફિલનો અંત નથી;
વિદ્યાના લેખ લખીને શું પામીશું, એ કંઈ પરિચયની શરૂઆત નથી;
આપણા દિલમાં પ્રભુને સાધીને શું ભૂલીશું, એ કોઈ વિવાદનો અભિપ્રાય નથી.
મુક્તિની મહlત્ત્વકાંક્ષા સાધીને શું કરીશું, પ્રભુને સોંપ્યા પછી એની જરૂર નથી;
નિર્દોષ આ જગમાં રહીને શું ખોઈશું, એ તો અમરતાનું એક પ્રતીક છે;
મારી રાહ પર ચાલવાને શું કહીશું, એ તો મારા આચરણનું એક પ્રતીક છે.
- ડો. હીરા