શૂન્યમાં જે વસે છે, એ તો પ્રેરણા બીજાને આપે છે;
મનુષ્યતામાં જે માને છે, એ જ તો મનુષ્યને મનુષ્યતા સમજાવે છે.
નિર્દોષને જે મારે છે, એ અહંકારને પોષે છે;
જે જુલમને મારે છે, એ તો પ્રભુનું કાર્ય કરે છે.
હકીકત એ છે કે જે પ્રભુને માને છે, એ જ તો દુવિધાને જીતે છે;
નહીં તો બસ એ ઉલઝે છે, અને વિચારોથી બીજાને ઉલઝાવે છે.
મહોબ્બતને જે સ્વીકાર કરે છે, એ મંઝિલને તો પામે છે;
જે મહોબ્બતમાં સ્વાર્થને પોષે છે, એ તો ખાલી પરિવાર સાધે છે.
જીવનની રાહમાં જે સાચી રાહે ચાલે છે, એ જ તો પ્રેરણા સહુને આપે છે.
- ડો. હીરા