હાસ્યનું રુદન જે સમજી શકે છે, એ પ્રભુની અવસ્થા સમજી શકે છે;
વેદના અલગતાની જે સમજી શકે છે, તે પ્રભુના પોકારને સમજી શકે છે;
અસીમ કૃપાને જે સમજી શકે છે, તે પ્રભુના પ્રેમને સમજી શકે છે;
જે મોક્ષમાં આપેલાં કાર્ય સમજી શકે છે, તે પ્રભુનું દિવ્ય કાર્ય સમજી શકે છે;
જે કરુણાથી સહુને પોકારી શકે છે, તે જ પ્રભુના કાર્યને પાર પાડી શકે છે;
જે બીજાને પોતાના બનાવી શકે છે, તે જ પ્રભુની વિશાળતા સમજી શકે છે;
જે હર કાર્યમાં પ્રભુને જુએ છે, તે જ તો પોતાનું અસ્તિત્વ ભુલાવી શકે છે;
જે મુશ્કેલીને એક મોકો સુધરવાનો ગણે છે, તે જ આગળ વધી શકે છે;
જે ગૌરવમાં ઘમંડ ન કરે, તે જ તો પ્રભુમાં પોતાની જાતને ભુલાવી શકે છે.
- ડો. હીરા