મૃત્યુની રાહ જે માનવી જોતો હોય, તે મૃત્યુને કાબિલ નથી;
જે જીવન જીવવાની ચેષ્ટા રાખતો હોય, તે જીવનમાં ફરિયાદ રાખતો નથી;
જે પીડામાં આત્મહત્યા કરવાની તમન્ના રાખતો હોય, તે કૃપાને લાયક નથી
જે આપેલી વસ્તુંને ઠુકરાવતો હોય, તેને આપીને કોઈ ફરક પડતો નથી;
જેની મુલાકાતમાં ન કોઈ હૂંફ હોય, એને યાદ કરીને કોઈ મતલબ નથી;
જેને નિંદાથી ઉપર ન આવવું હોય, તેને રાહ બતાડીને મતલબ નથી;
જેને અવિશ્વાસનાં ચશ્માં પહેર્યાં હોય, તેને પ્રકાશ બતાડી ન શકાય;
જેને મૃત્યુથી ન ખોફ લાગતો હોય, એને મોક્ષના વિચારો અપાતા નથી;
જેને ડરમાં જ જીવન વ્યતીત કરવું છે, એને હિંસાનો પાઠ બતાડાતો નથી;
જેને ઉમ્મીદ પોતાની છોડી દીધી હોય, એનો હાથ થામી શકાતો નથી.
- ડો. હીરા